રાજકોટ શહેરમાં ગઈકાલે ફૂંકાયેલા ભારે પવનના કારણે ગોંડલ રોડ પર આવેલા અટીકા ફાટક નજીક બે વિશાળ વૃક્ષો ધરાશાયી થયા હતા. અચાનક વૃક્ષો પડવાને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકને અસર પહોંચી હતી અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા જ રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા વૃક્ષોને રોડ પરથી હટાવવાની અને રસ્તાને ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.