રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.15ની બે બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણી પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપી દીધો છે આ બેઠક પર 2021માં ચૂંટાયેલા તે સમયના કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા સહિત બે કોર્પોરેટરોએ પક્ષાંતર કરીને આમ આદમી પાર્ટીમાં જોડાતા તેમને પક્ષાંતર વિરોધી ધારા હેઠળ મ્યુનિસિપલ વિભાગના સચિવ દ્વારા સભ્યપદેથી ગેરલાયક ઠેરાવાયા હતા.પરંતુ સાગઠીયાએ તે સામે હાઇકોર્ટમાં અરજી કરી છે તે ગાળા દરમ્યાન જ બે બેઠકોની પેટા ચૂંટણી જાહેર થઇ જતા સાગઠીયા ફરી હાઇકોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટ તેમને ગેરલાયક ઠેરવવા અંગેનો અરજીનો આખરી ચુકાદો ન આપે ત્યાં સુધી ચૂંટણી મોકુફ રાખવા કરેલી અરજી હાઇકોર્ટે સ્વીકારી હતી અને આગામી તા.22 ઓગષ્ટના રોજ યોજાનારી ચૂંટણીમાં સ્ટે આપી દીધો છે જેમાં હાલ ચૂંટણી યોજી શકાશે નહીં.
રાજકોટમાં ગેરલાયક ઠરેલા વશરામભાઇ સાગઠીયા સહિત બે કોર્પોરેટરો દ્વારા કરાયેલ અરજી પર હાઇકોર્ટે નિર્ણય આપ્યો…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -