ક્ષત્રિય કરણી સેના પરિવાર દ્વારા આગામી તા.19ને ગુરૂવારના રોજ રાત્રીના 9 કલાકે આશાપુરા મંદિર, 80 ફૂટ રોડ, ગાંધીગ્રામ, રાજકોટ મુકામે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સમારોહમાં ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રાજ શેખાવત અને મહિલા સેલના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ આશાબા વાઘેલા, અસ્મિતાબા પરમાર જાગૃતિબા ઝાલા સહિત આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.