રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 154મી અને લાલ બહાદુર શાસ્ત્રીની 119મી જન્મજયંતિ નિમિતે આજ રોજ તા. ર ઓક્ટોબરે તેઓની અમરનાથ મહાદેવ મંદિર પાસે તથા જ્યુબિલી ગાર્ડન ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, સાંસદ, ધારાસભ્યો, મનપાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ તથા શહેર ભાજપનાં હોદેદારો દ્વારા મસ્તક નમન કરી પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી. તેમજ આ પ્રસંગે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, સ્ટે. ચેરમેન જયમીનભાઇ ઠાકર, કમિશનર આનંદ પટેલ, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઇ મોલિયા, ડો. માધવભાઇ દવે, શાસકપક્ષ નેતા લીલુંબેન જાદવ, દંડક મનીષભાઇ રાડીયા, સમાજ કલ્યાણ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, પૂર્વપ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ, કોર્પોરેટરો, હોદ્ેદારો હાજર રહ્યા હતા.