રાજકોટ શહેરમાં આઇવે પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહનચાલકો સામે મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે ત્યારે 2022માં 1500થી વધુ ઇ મેમો ઇસ્યુ થયા બાદ વાહન ચાલકો દ્વારા ભરપાઈ કરવામાં નહીં આવતા પોલીસ કોર્ટનો સહારો લીધો હતો દરમિયાન કોર્ટ દ્વારા એક જ વાહનના ચારથી વધુ મેમો બાકી હોય તેવા વાહનો ડિટેન કરવા ટ્રાફિક પોલીસને મંજૂરી આપતા હવે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ડિટેન કરવાં કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ લોક અદાલતમાં સમાધાનમાં જનાર વાહનચાલકને ડિસ્કાઉન્ટ પણ મળશે તેવું એસીપી જયવીર ગઢવી જણાવ્યું હતું