રાજકોટમાં કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આવેલા બાલાજી મંદિર ખાતે છેલ્લા 13 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે બાલાજી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ ગણેશ મહોત્સવમાં 10 રૂપિયામાં વડાપાવની પ્રશાડી તેમજ 20 રૂપિયામાં આઇસ ક્રીમની પ્રશાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે અહી બાળકો માટે રાઇડ્સ ફ્રીમાં રાખવામાં આવી છે .