રાજકોટ શહેરની કેટલીક ખાનગી શાળાઓના સંચાલકોએ મનમાની ચલાવી 21ના બદલે 10 દિવસનું વેકેશન જાહેર કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં દેકારો બોલી જવા પામેલ છે. આ મામલે જાગૃત વાલીઓ દ્વારા કલેકટર તંત્રને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરવામાં આવી છે.ત્યારે આ અંગે જાગૃત વાલીઓએ જણાવ્યું છે કે તેઓના બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે જેમાં એલકેજીથી ધોરણ 12 સુધીનું શિક્ષણ તેમના બાળકો ખાનગી શાળાઓમાં મેળવી રહ્યા છે. રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓનું દિપાવલી વેકેશન તા.9/11થી તા.19/11 સુધીનું જાહેર કરાયેલ છે.પરંતુ કેટલીક ખાનગી શાળાઓના સંચાલકો નિયમોનો ઉલાળીયો કરી માત્ર 10 દિવસનું જ દિવાળી વેકેશન જાહેર કયુર્ં છે. જે યોગ્ય નથી. આ બાબતે તત્કાલ પગલા લેવા માંગણી ઉઠાવવામાં આવી છે.