રાજકોટમાં કોઠારીયા ચોક ખાતે છેલા ૨૯ વર્ષ થી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ કોઈપણ પ્રકાર નો ફાળો લીધા વગર આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ સમગ્ર આયોજન ૧૧૦ લોકોના મહારાષ્ટ્ર યુવક મંડળ નામના ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ દિવનો અખંડ દીવો પણ રાખવામાં આવ્યો છે. આ સાથે અહી નાના બાળકો માટે વિવિધ કાર્યકર્મો નું આયોજન પણ કરવામાં આવે છે. તેમજ અહી મુંબઈ થી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ મંગાવીને તેનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહી દરરોજ રાત્રે આરતી તેમજ પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવે છે