રાજકોટના માલીયાસણ ચોકડીએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. જેમઆ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા થોડા દિવસ પહેલા અકસ્માતને લઈને નવા કાયદાની જાહેરાત કરી હતી. જેમાં અકસ્માત કરનાર ડ્રાઈવરને દસ વર્ષની સજા અને લાખો રૂપિયાનો આર્થિક દંડની જોગવાઈના કાયદાને લઈને ટ્રક, આયસર, ડમ્પર, હેવી વાહન સહિતના ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના નવા કાયદા સામે ડ્રાઈવરોમાં નિરાશા વ્યાપી છે. આ અંગે ટ્રાન્સપોર્ટેશન એસોસિએશન કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે આ કાયદાને લઈને મંત્રણા કરી રહી છે. જો કે વિરોધ કરતાં ટ્રક ચાલક એસોસિયેશન પ્રમુખ સહિત 2 વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે.