શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે રાજકોટમાં કાલાવડ રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ખીરસરા પેલેસ પાસે ફોર્ચ્યુનર કારનો અકસ્માત સર્જાયો હતો. જેનો સમગ્ર વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. અકસ્માતમાં ગાડી નંબર 5253ની ફોર્ચ્યુનર થાંભલામાં ઘૂસી ગઈ હતી. અકસ્માતને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી,જ્યારે લોકો પણ એકત્ર થયા હતા, અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ ગાડીને આર્થિક નુકશાન થયું હોવાનું જોવા મળી રહ્યું છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -