રાજકોટમાં હોસ્પિટલો તો ઘણી છે પણ સેવા સાથે સારવારના હેતુથી પલ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરુ થઈ રહી છે. દ્વારકેશ હેલ્થકેર હોસ્પિટલ એલ.એલ.પી. સંચાલિત આ હોસ્પિટલ રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર માં દુર્ગા કોમ્પ્લેક્ષમાં આકાર પામી છે. અને તેનું ઉદઘાટન તા.15મીએ સવારે 9 વાગ્યે કરવામાં આવ્યું હતું. તેમજ 47 બેડની અત્યાધુનીક આ હોસ્પિટલ ચોવીસેય કલાક ખુલ્લી રહેશે. હોસ્પિટલમાં મલ્ટી સ્પેશ્યાલિટી, જનરલ સેમિ સ્પેશ્યલ, સ્પેશ્યલ, ડીલક્ષ રૂમ, જનરલ સહિત તમામ વોર્ડ, રૂમમાં એર કંડીશનરની સુવિધા વેઈટીંગ એરીયામાં આરામદાયક સોફા, આધુનિક સાધનોથી સજજ ક્રિટીકલ ઝોન, ઓર્થોપેડીક તેમજ જોઈન્ટ લિપ્લેસમેન્ટ સર્જરી સેન્ટર, સેન્ટ્રલાઈઝ ઓકિસજન વ્યવસ્થા, 24 કલાક મેડીકલ ઓફીસરની હાજરી, સ્ટ્રેચર લિફટની સુવિધા, વેલ ટ્રેઈન્ડ નર્સિંગ સ્ટાફ, અદ્યતન ઓપરેશન થિયેટર તેમજ ડીલીવરી રૂમ, લેપ્રોસ્કોપી થી ઓપરેશનની સુવિધા, મલ્ટીપેરા મોનીટર, વેન્ટીલેટર, બાઈપેપથી સજજ આઈસીયુ તેમજ એનઆઈસીયુ, ઓર્થોપેડીક તેમજ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી સેન્ટર, જનરલ તેમજ લેપ્રોસ્કોપી દ્વારા તમામ ઓપરેશન, 24 કલાક યુપીએસ તેમજ જનરેટર બેકઅપ, ઈએનટી, દાંત વિભાગ, ફિજિયોથેરાપી વિભાગ, નિ:સંતાનપણાની સંપૂર્ણ સારવાર અને નિદાન, જોખમી અને નોર્મલ ડિલીવરીની સારવાર, સોનોગ્રાફી અને એકસ-રેની સુવિધા, મનોચિકિત્સક વિભાગ, કુટુંબ કલ્યાણ કેન્દ્ર, કાર્ડીયાક સુવિધાસજજ એમ્બ્યુલન્સ, 24 કલાક લેબોરેટરી, મેડીકલ સ્ટોર, શુધ્ધ અને સાત્વીક ભોજન-નાસ્તા માટે કેન્ટીગ, દરેક કંપનીના મેડીકલેમ અંતર્ગત સારવાર ઉપલબ્ધ છે. જયારે આવનારા સમયમાં ચીરંજીવી મફત ડીલીવરી યોજના, બાલ સખા યોજના, આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ કરવામાં આવશે.