રાજકોટમાં શ્રી અંબીકા ટ્રસ્ટ દ્વારા કરણપરા ચોક ખાતે આયોજીત પ્રાચીન ગરબીનો ૪૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમજ અહિં બાળાઓ દ્વારા અથોર નગારા, બાદશાહ રાસ, બેડા રાસ, મોગલ માં મેળો, દેશ ભકિત, બોલમાળી અંબે રાસ, ગાયક અજયઆહિર,પ્રાચી જાદવ,રવિરાજ બારોટ સાથે ઢોલક, શિકન મિરાણી, સંજય ગોહેલ તથા મંજીરામાં દ્વારકેશ ડોબરીયા, પંકજભાઈ ડોબરીયા જમાવટ કરે છે. આ સાથે આયોજનમાં કિરીટભાઈ પાંષી, ભરતભાઈ પૂજારા, જીતુભાઈ ગોહેલ, હસુભાઈ વાઢેર, વિનુભાઈ મહાજન, દિપક ગોહેલ, રાજુભાઈ પરમાર, યોગેશભાઈ વગેરે જોડાયા છે. આ સાથે આ ગરબીમાં બાળકીઓ ઉત્સાહભેર ભાગ લે છે તેમજ મોટી સંખ્યામાં લોકો જોવા માટે આવે છે.