કરણપરામાં કોર્પોરેશનમાં ગાર્ડન વિભાગમાં માળી તરીકે નોકરી કરતાં આશિષભાઈ પંડ્યા પર કેમ મારી સામે જોવે છે? મારી સામે નહીં જોવાનું અને જૂની અદાવતનો ખાર રાખી ચાવડીયા જૂથના રણજિત ચાવડીયા અને તેના પુત્ર સહિત ચાર શખ્સોએ ધોકા-પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે તેને બચાવવા વચ્ચે પડેલ તેના ભાઈને પણ સરાજાહેર ફટકારતાં બંનેને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગેના સીસીટીવી વાયરલ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવની ફરિયાદ પરથી એ. ડિવિઝન પોલીસે આરોપીઓને સકંજામાં લીધાં હતાં.