રાજકોટમાં કમિશનર કુટીર ગ્રામ ઉધ્યોગ વિભાગ એન્ડીકસી અને EDII અંતર્ગત 15 દિવસીય માટીકામ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાકડા વગર માટીનો ઉધ્યોગ કરવો હોય તેવા લોકોને માટીની વસ્તુઓ કેવી રીતે બંનવવી તે શીખવવામાં આવે છે. તેમજ સમગ્ર તાલીમમાં સરકાર દ્વારા દરરોજ બપોરનું જમવાનું અને 300 રૂપિયા સ્ટાઇફંડ આપવામાં આવે છે. આ સાથે તાલીમના અંતમાં બહેનોને 8000 થી 9000 સુધીની કીટ પણ આપવામાં આવશે.