રાજકોટમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે દોઢસો ફૂટ રિંગ રોડ રોયલ એલિગન્સમાં રહી પંચાયત ચોક નજીક ઓમેગા સુપર માર્કેટ સ્ટોર ચલાવતા અલ્પેશભાઈ ભગવાનજીભાઈ કોરડીયા ઉ.29 નામના યુવાને પોતાના જ સ્ટોરના ગોડાઉનમાં પંખામાં દોરી બાંધી ફાસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો .
પોલીસની પ્રાથમિક તપાસમાં અલ્પેશભાઈએ સુપર માર્કેટ ઉપરાંત ઇલેક્ટ્રિક પ્રોડક્ટની કોઈ કંપનીમાં 75 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું બાદમાં આ અંગે પરિવારજાણો અને મિત્રોને જાણ કરી હતી ત્યારે મોટાભાગના લોકોએ આટલું મોટું રોકાણ કરવું યોગ્ય ન હોય તેવી સલાહ આપી હતી જેથી આટલું મોટું રોકાણ કર્યા પછી હવે વડતર મળશે કે કેમ તેવી ચિંતામાં આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે આપઘાત કરતાં પહેલા અલ્પેશભાઈએ એક ચિઠ્ઠી લખી હતી જેમા જણાવ્યું હતું કે પપ્પા મને માફ કરજો હું તમારી સારસંભાળ રાખી ન શક્યો, મમ્મીને સંબોધીને લખ્યું હતું કે હું હવે તમારી સાથે નહિ રહી શકું પત્નીને સંબોધીને લખ્યું હતું કે તું દીકરાનું ધ્યાન રાખજે મિત્રોને સંબોધીને કહ્યું હતું કે હવે હું તમારા પ્રોજેક્ટમાં કામ નહીં કરી શકું મૃતક ભાઈ બહેનમાં નાનો હતો યુવાનના મોતથી એક પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.