રાજકોટના ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના સૌથી નાના સાધ્વીરત્ના એવા પરમ વિશુદ્ધિજી મહાસતીજીએ માત્ર ૨૨ વર્ષની નાની વયમાં, માત્ર ૧૮ મહિનાની દીક્ષા પર્યાયમાં, સમગ્ર સ્થાનકવાસી સમાજમાં ૨૮૫ ઉપવાસ સાથેની મુકતાવલી મહાતપની અતિ ઉગ્ર આરાધના નિર્વિધ્ને પરિપૂર્ણ કરતાં ન માત્ર ગોંડલ સંપ્રદાય પરંતુ સમગ્ર જૈન સમાજ ચારે તરફથી તપસ્વી મહાસતીજી પ્રત્યે અનુમોદના અને વંદનાનો વરસાદ વરસાવી રહ્યાં છે.તેમજ તેમની ૨૮૫ ઉપવાસ સાથેની મુકતાવલી મહાતપની આરાધનાની થઈ રહેલી પૂર્ણતા પર એમના પારણા અવસરે તપોત્સવનું વિશેષ આયોજન ગિરનાર ભૂમિ પર નવનિર્મિત પારસધામના આંગણે ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ મંગળવારનારોજ કારવામાં આવશે.