રાજકોટમાં સુર સપ્તક ગ્રુપ રાજકોટ તેમજ સંજયભાઈ પંડયા દ્વારા આપણા લોક લાડીલા સાઉથના અદ્ભુત પાર્શ્વગાયક શ્રી એસ.પી.બાલાસુબ્રમણ્યમ સાહેબને તેમની પુણ્યતીથીએ શ્રધ્ધાંજલી અર્પતો કરાઓકે ઉપર તેમના સુમધુર ગીતોનો કાર્યક્રમ પ્રમુખ સ્વામી, ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. તેમજ આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં સુર સપ્તક ગ્રુપના સંજયભાઈ પંડયા, રાજેશભાઈ પંડયા, સુનીલભાઈ શાહ, અશ્વની મહેતા, કાજલબેનના અવાજના મધુર ગીતોથી તેમજ દર્પનાબેન પંડીતે પોતાના મધુર અવાજથી સ્વ.શ્રીએસ. પી.બાલાસુબ્રમણ્યમ સાહેબને શ્રધ્ધાંજલી આપી હતી. આ સાથે આ કાર્યક્રમમાં મહેમાન તરીકે હજાર રહેલા પૂર્વ mla ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ પણ પોતાનું પર્ફોર્મનસ ખાસ આપી શ્રોતાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે આ કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર અને બ્રમહ અગ્રણી કશ્યપભાઈ શુક્લ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઉમેશભાઈ રાજ્યગુરૂ, ભૂપતભાઈ તલાટીયા, નીતિનભાઈ રાયચૂરા, પરેશભાઈ પોપટ, સિટિ ન્યૂઝના તંત્રી નીતિનભાઈ નથવાણી, અને મુકેશભાઇ ત્રિવેદી સહિતના મહેમનોપ ઉપસ્થિત રહ્યા હતા.