32.1 C
Ahmedabad
Tuesday, June 10, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં એસ.ટી.નિગમ દિવાળી પહેલાં જ નવી 100 સ્લિપર, સુપર એકસપ્રેસ બસો ફાળવશે…


દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળીના પગલે શાળા, કોલેજોમાં વેકેશનનો માહોલ છે. જેના પગલે એસટી વિભાગ દ્વારા ખાસ બસોને તૈનાત કરવામાં આવી છે. રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં દ્વારા દિવાળી તહેવારને લઇને 150 જેટલી વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.દિવાળીના સમયમાં મુસાફરો ખાનગી વાહનોમાં વધુ નાણા ન ચુકવવા પડે તે માટે એસટી વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ બસ સ્ટેન્ડ દ્વારા વધારાની બસો જે ફાળવવામાં આવી છે. તેમાં અમદાવાદ,સુરત,વડોદરા, દાહોદ ગોધરા, અમરેલી, ભુજ, સોમનાથ, ભાવનગરના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે.તહેવારો અને વેકેશનના માહોલને કારણે લોકો બહારગામ જતા હોય છે જેના કારણે રાજકોટ એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાંથી 150 જેટલી બસો દોડાવવામાં આવી છે. જેમાં આજની સ્થિતિએ 70 ટકા બસોમાં બુકિંગ ફુલ થઇ ગયું છે.લોકો શાંતિથી અને સુવિધાયુક્ત મુસાફરી થઇ શકે તે માટે એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે.સૌથી વધારે બુકિંગ અમદાવાદ, પંચમહાલ અને ગોધરા તરફ થઇ રહ્યું છે.આ ઉપરાંત લાંબા અંતરની બસોમાં પણ મુસાફરોનો ઘસારો જોવા મળે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -