શહેરમાં એક તરફ દિવાળી પર્વનો માહોલ જામતો જાય છે તો બીજી તરફ તસ્કરોએ પણ ઉપાડો લીધો છે ગત રાત્રે દોઢેક વાગ્યે એરપોર્ટ રોડ ઉપર આવેલ એસબીઆઈના એટીએમમાં ઘૂસી એટીએમ મશીન તોડી ચોરીનો પ્રયાસ થઈ રહ્યો હોવાની સિક્યુરિટી એજન્સીના અધિકારીએ કંટ્રોલમાં જાણ કરતાં તુરંત પ્રનગર પોલીસ મથકનો કાફલો દોડી ગયો હતો પોલીસ ત્રણ મિનિટમાં જ પહોંચી ગઈ હતી પરંતુ સાયરન વાગ્યું હોવાથી ચોરી કરવા આવેલ શખ્સો નાસી છૂટ્યા હતા સીસીટીવી ચેક કરતાં બે બુકાનીધારી શખ્સોએ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું જોવા મળતા પોલીસ બંનેની શોધખોળ હાથ ધરી છે.