27 C
Ahmedabad
Sunday, May 11, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં ઇમ્પેકટ ફી હેઠળ આવેલી 7036 અરજીઓ પૈકી માત્ર 830 મંજૂર અને 200 નામંજૂર બાકી પેન્ડિંગ


ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા ચૂંટણી પૂર્વે ગેરકાયદે બાંધકામોને નિયમબદ્ધ કરવા ઇમ્પેકટ ફી યોજના જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ શહેરમાં બે વખત મુદ્દત વધારવામાં આવી હતી. જેમાં શહેરના 8 વોર્ડમાંથી અત્યાર સુધી 7,036 અરજી આવી છે. બીજી વખત વધારવામાં આવેલી સ્કીમની મુદ્દત પણ તા.16 જુને પૂરી થઇ રહી છે. જો કે, અત્યાર સુધીમાં માત્ર 830 અરજી મંજૂર કરવામાં આવી છે તેમજ 200 જેટલી અરજીઓ નામંજૂર કરાઈ છે. બાકીની અરજીઓ હજુ પેન્ડીંગ રાખવામાં આવી છે.આ અંગે મનપાની ટીપી શાખાનાં જણાવ્યા મુજબ ફરજીયાત પાર્કિગ, માર્જિન સહિતના નિયમો આ વખતની ઇમ્પેકટ યોજનામાં હોય પ્રથમ તબકકામાં અરજદારો આવતા ન હતા. બાદમાં ફરી મુદ્દત લંબાવવામાં આવતા આ નિયમો હળવા થશે તેવી આશા હતી પરંતુ, આવું બન્યુ નથી. જેને લઈને ફરીથી યોજનાને ઠંડો પ્રતિસાદ મળ્યો છે. જો કે, આ યોજનામાં 3,386 અરજીઓ ઓનલાઇન મળી હતી. આ પૈકી 2,338 જેટલી અરજી પેન્ડીંગ છે. બાકી 483 અરજી મંજૂર, 383 ડિસ્પોઝ અને 133 રીજેકટ કરવામાં આવી છે. આ જ રીતે ઓફલાઇન એટલે કે રૂબરૂમાં 18 વોર્ડમાંથી 3650 બાંધકામની અરજી ટીપી શાખાને મળી હતી. આ પૈકી 1383 અરજીની ચકાસણી થતા 357 મંજૂર અને 33 નામંજૂર કરાઈ છે. બાકીની અરજી પેન્ડીંગ છે. તા.17 ફેબ્રુઆરીએ નવી મુદ્દત શરૂ થઇ હતી, જે હવે તા.16 જુને પૂરી થઇ રહી છે. ત્યારે હવે 10 દિવસમાં કેટલી અરજી આવે છે તે જોવું રહ્યું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -