કહેવાય છે બાળકોનું ભણતરએ એમના જીવનને ઉચ્ચ બનાવા માટેની મહેનત છે. પણ જો બાળકોને ભણવા જવા માટે જો માંદગી ફેલાયેલી હોય તો બાળકો કેવી રીતે જઈ શકે? આવી જ ઘટના છે રાજકોટના રૂખડિયાપરાની આંગણવાડીની જય બાળકો રેકડીમાં આંગણવાડી પહોંચવા મજબુર બન્યા છે. ત્યાંના વિસ્તારમાં ખુલ્લી ગટર વારંવાર ઉભરાય છે. ખુલ્લી ગટરના કારણે બાળકોમાં માંદગી ફેલાય છે. અને RMC તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરો નિષ્ફળ રહ્યા છે. વારંવાર આંગણવાડીના શિક્ષિકાએ રજુઆત કરી છે. રજુઆત બાદ પણ RMC તંત્ર દ્વારા ગટરને લઈને કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ખુલ્લી ગટરના કારણે બાળકો આંગણવાડી જવાનું ટાળે છે. ખુલ્લી ગટરના કારણે બાળકોનું ભવિષ્ય અંધારામાં જતું દેખાય છે.