રાજકોટમાં હાલ ક્રિસ્મસ વીકને લઈને ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજકોટમાં કેટલાક બેકરી અને કેક શૉપના વેપારીઓ વાસી કેક લોકોને વેંચતા હોય તેવી માહિતી મળતા RMC ની આરોગ્ય શાખાએ ચેકીંગ અને સેમ્પલિંગની કાર્યવાહી કરી હતી. રાજકોટમાં હાલ ક્રિસ્મસ વીકના કારણે રાજકોટિયન્સ કેક અને બેકરી પ્રોડક્ટ્સ ખરીદી કરતા હોય છે. ત્યારે બાળકો અને યુવા વર્ગ પણ આ સમય દરમિયાન કેક અને બેકરી પ્રોડોકટ્સ ખરીદતા હોય છે, તેથી કેક કે બેકરી પ્રોડોકટ્સ સ્વાસ્થ્ય માટે કેટલું સારુ છે તેની તપાસ માટે છેલ્લા 4-5 દિવસ થી આરોગ્ય લક્ષ્ય કામગીરી થઇ રહી છે જેમાં કેક અને બેકરી પ્રોડોકટ્સ સહિતની પ્રોડોકટ્સના સેમ્પલ લેવામાં આવ્યા જેને લેબે મોકલવામાં આવશે. જો આ સેમ્પલ ફેઇલ થશે તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.