રાજકોટમાં આજે વિશ્વ યોગ દિન નિમિતે રેસકોર્ષ સહિતના ત્રણ મેદાન, સ્વીમીંગ પુલ અને ગાંધી મ્યુઝીયમ ખાતે આ વર્ષે પણ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગાંધી મ્યુઝીયમમાં દિવ્યાંગો અને છાત્રોએ યોગદર્શન કરાવીને સૌને પ્રેરણા આપી હતી. તો રેસકોર્ષ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યપાલ-કર્ણાટક વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર ડો.પ્રદિપ ડવ, કમિશનર આનંદ પટેલ, ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મહામંત્રી માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા અને પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, મનીષભાઈ રાડિયા, નેહલભાઈ શુક્લ, જયમીનભાઈ ઠાકર, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રેસકોર્ષ, કાલાવડ રોડ,પેડક રોડ સ્નાનાગારમાં મોટી સંખ્યામાં બહેનો દ્વારા એક્વા યોગા કરાયા હતા. જેમાં ત્રણ સ્વિમિંગ પુલ પર 200 થી વધુ મહિલાઓએ પાણીમાં યોગ કરી આજના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાની 8 વર્ષની દીકરીથી શરૂ કરી 75 વર્ષના વૃધ્ધાએ એક્વા યોગમાં ભાગ લઇ પાણીમાં યોગ કર્યા હતા.