રાજકોટ શહેરમાં આજે પણ પીજીવીસીએલ દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. ગઈકાલે 27 લાખ 67 હજારની વીજચોરી પીજીવીસીએલ દ્વારા પકડી પાડવામાં આવી હતી. ત્યારે આજે ફરી પીજીવીસીએલ ની ટીમ વહેલી સવારથી મેદાને ઉતરી છે. ત્યારે પીજીવીસીએલની ચેકિંગની કામગીરીમાં આજે કુલ 31 ટીમ જોડાઈ હતી. જેમાં એસઆરપીના 7 જવાનો, સ્થાનિક પોલીસના 12 જવાનો, 14 જેટલા સિક્યુરિટી ગાર્ડ, 4 વિડીયોગ્રાફર સહિતના જોડાયા હતા. તેમજ રાજકોટના આજે નવાગામ, આશાપુરા, થોરાળા, જંગલેશ્વર સહિતના વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારથી પીજીવીસીએલની ચેકિંગની કામગીરીથી વીજ ચોરી કરનારાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
રાજકોટમાં આજે વહેલી સવારથી 31 ટીમ મેદાને, ગઇકાલે 27 લાખથી વધુની વીજચોરી ઝડપાઈ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -