રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત આજે ગુરૂવારના રોજ રાત્રે 8:30 કલાકે કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, ઓપન એર થીએટર રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકર પ્રસ્તુ્ત સંગીત સંધ્યા મ્યુઝિકલ નાઈટ યોજાશે. આ સંગીત સંધ્યામાં રાજકોટની જનતાને ડોલાવવા આવેલી શ્રીશાન વાડેકરની ટીમ બોલીવુડના પ્રખ્યાત ગીત ઉપરાંત દેશમાં બીજી દિવાળીનો અવસર ઉભો કરનાર શ્રી રામ જન્મભૂમિમાં પુન: પ્રાણ પ્રતિષ્ઠાના કેસરીયા માહોલને પણ જીવંત કરનાર છે. જ્યારે આ અંગે શ્રીશાન વાડેકરે જણાવ્યું હતું કે આજના સંગીત સંધ્યાના કાર્યક્રમમાં હાલ લોકોના દિલમાં વસેલ શ્રી રામની થીમ કેન્દ્રમાં રહેવાની છે. તેમજ હિન્દી ફિલ્મના પ્રખ્યાત ગીતો વચ્ચે આજે સંગીત સંધ્યામાં હજારો લોકોને જય શ્રી રામના નારા લગાવવાનો પણ મોકો મળવાનો છે. આવો સંયોગ પણ પહેલીવાર થઇ રહ્યો છે.