રાજકોટ શહેરમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. જેના પગલે શહેરના અનેક રસ્તા પર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી રહી છે. જ્યારે આજે સતત બીજા દિવસે શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડ્યો છે. ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા શહેરીજનોએ આ વરસાદથી રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદને લઈને શહેરીજનોમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા હતા. કેટલાક લોકોએ ગરમીથી રાહત મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી, તો કેટલાક લોકોએ પાણી ભરાવાની સમસ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -