રાજકોટમાં આજે પ્રથમ વખત જનરલ બોર્ડ મળી હતી. જ્યારે જેનરલ બોર્ડમાં ભાજપ સહિત કોંગ્રેસના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. એવામાં રાજકોટના અલગ અલગ પ્રશ્નો મામલે ચર્ચાઓ શરૂ થઈ હતી પરંતુ કોંગ્રેસે માંગણી કરી હતી કે હાલ ચોમાસુ શરૂ છે એવામાં શહેરના વિવિધ વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. ત્યારે આરોગ્ય મામલે ચર્ચા કરવામાં આવે પરંતુ જનરલ બોર્ડમાં આરોગ્ય મામલે કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં નહીં આવતા કોંગ્રેસના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ જનરલ બોર્ડ માંથી વોક આઉટ કર્યું હતું. સમગ્ર મામલે કોંગ્રેસના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારું જનરલ બોર્ડ માંથી વોક આઉટ કરવાનું એકમાત્ર કારણ એ છે કે હાલમાં રાજકોટમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, જેને લઇને અમે નવા મેયરને આ મામલે રજૂઆત કરી હતી કે આપણે જનરલ બોર્ડમાં આરોગ્ય મામલે ચર્ચા કરવી જોઈએ. જ્યારે જનરલ બોર્ડમાં આરોગ્ય મુદ્દે કોઈપણ પણ ચર્ચા કરવામાં નહોતી આવી જેના કારણે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા જનરલ બોર્ડ માંથી વોક આઉટ કરવામાં આવ્યો હતો. આ સાથે ભાનુબેન સોરાણી એ આક્ષેપ કર્યો કે શાસક પક્ષના વિપક્ષને બોલવાનો વારો આપતા નથી અને નાની મોટી વ્યર્થ ચર્ચાઓ કર્યા કરે છે જેના કારણે શહેરમાં આરોગ્યની સ્થિતિ કથળી રહી છે. ત્યારે સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે શાસક પક્ષનો બચાવ કરતા જણાવ્યું હતું કે જ્યારે કોઈપણ જનરલ બોર્ડ હોય છે. ત્યારે નિયમના આધારે જનરલ બોર્ડમાં જે પણ સભ્યને પ્રશ્ન પૂછવા હોય તેમને અગાઉ પત્ર લખવાનો હોય છે. આજે જ્યારે જનરલ બોર્ડ મળી હતી ત્યારે ભાજપના સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ મનપા કમિશનર આપી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના સભ્ય દ્વારા વચ્ચે પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો જે યોગ્ય નથી. હાલ મહાનગરપાલિકામાં કોંગ્રેસના માત્ર બે જ કોર્પોરેટરો છે. તેમાંથી પણ એક જ મહિલા સભ્ય આજે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટમાં આજે પ્રથમ વખત મળેલ જનરલ બોર્ડની મિટિંગમાં મચ્યો હોબાળો; વિપક્ષે કર્યું વોક આઉટ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -