રાજકોટમાં આજથી સૌરાષ્ટ્રનો સૌથી મોટા લોકમેળાની શરૂઆત થતાં મનપા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં દેખાશે. જેમાં મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ પ્રોવિઝનલ રેજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. તેમજ લોકમેળાના સ્થળે શહેર, જિલ્લા અને રાજકોટ PDU ની મેડિકલ ટીમ તૈનત રહેશે. આ સાથે ત્રણેય મેડિકલ ટીમ રાઉન્ડ ધ ક્લોક મેળામાં હાજર રહેશે. અને લોક મેળામાં કોઈ અખાદ્યનું વેચાણ ન થાય તેના માટે ફૂડ ની ટીમ રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ કરવામાં આવશે. તેમજ લોક મેળામાં કોઈ અખાદ્ય ની ફરિયાદ આવી તો આરોગ્ય ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે લોકમેળામાં રોગચાળો ન વકરે તેના માટે ટીમ સતત કાર્યરત રહેશે.