આગામી 27 જુલાઈએ પીએમ મોદીની રાજકોટમાં પધરામણી થવા જઈ રહી છે ત્યારે સૌપ્રથમ તેઓ રાજકોટ ખાતે નિર્માણ થનાર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને kkv ઓવરબ્રિજનું કરશે લોકાર્પણ તેમજ હિરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ પીએમ મોદી રેસ્કોર્સ ખાતે જંગી જાહેરસભા સંબોધશે આ સાથે તેઓનો રાજકોટ એરપોર્ટ થી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો પણ કરવામાં આવશે જે અંગે રેસ્કોર્સ ખાતે જર્મન ટેકનોલોજીના પાંચ વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અંદાજે એક લાખ થી વધુની જનમેદની ઉમટી પડશે. તેમજ છેલ્લે વડાપ્રધાન વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા ત્યારબાદ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ પહેલી વખત વડાપ્રધાન રાજકોટ આવતા હોવાથી રંગીલા રાજકોટના લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.