આવતીકાલે અમરેલી-કચ્છની સાથે રાજકોટ જિલ્લામાં પણ માવઠાની આગાહી થઈ છે. ત્યારે ગઈકાલની જેમ આજે બપોરે પણ રાજકોટમાં આકરા તાપ સાથે અંગ દઝાડતી લૂંનો અનુભવ થયો હતો. આજે બપોરે 2-30 કલાકે રાજકોટનું તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું હતું. અને હવામાં ભેજ 28 ટકા રહ્યો હતો. તેમજ બપોરે પવનની ઝડપ 20 કી.મી. પ્રતિકલાક રહેતા રાજકોટવાસીઓએ આકરા તાપ સાથે ગરમાગરમ લૂં પણ અનુભવી હતી. આ ઉપરાંત આજે સવારે 8-30 કલાકે રાજકોટનું તાપમાન 28.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. જયારે હવામાં ભેજ 71 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 12 કી.મી. રહેવા પામી હતી.
રાજકોટમાં આકરા તાપ સાથે અંગ દઝાડતી લૂંનો રાજકોટવાસીઓને અનુભવ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -