રાજકોટમાં અદ્ભૂત શ્રૃંગાર સાથે ત્રિકોણબાગ કા રાજાનું દબદબાભેર ઢોલ શરણાઈના મંગલમય સુર અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેથી સતત પચીસમાં વર્ષે બાપ્પાના આગમન સાથે આસ્થાળુંઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ ગણેશ સ્થાપન કાર્યક્રમમાં આયોજનમાં સામેલ તમામ કાર્યકર્તાઓ લાભાર્થી બનાયા હતા. અને સાંજે 7 કલાકે ઇસ્કોન મંદિર દ્વારા કીર્તન-ધૂન, રાત્રે 8:15 કલાકે સાધુ-સંતો, મહંતો અને લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રથમ દિવસની મહાઆરતી કરવામાં આવી હતી. આ સાથે ત્યારબાદ રાત્રે 8:30 કલાકે ગણેશ વંદનાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવી હતી.