રાજકોટમાં રસ્તાઓ પર રીલ્સ બનાવવાનો શોખ વધતો જઈ રહ્યો છે, ત્યારે શહેરના અટલ સરોવર રોડ પરનો BRTS રૂટ હવે આવા જોખમી કારનામાઓ માટેનો મુખ્ય અડ્ડો બની ગયો છે. એક ચોંકાવનારો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં યુવતીઓ BRTS રૂટ પર જોખમી રીતે “સીન-સપાટા” કરતી અને રીલ્સ બનાવતી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ ઘટનાથી ફરી એકવાર શહેરના નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ અને BRTS રૂટ પરની સુરક્ષા વ્યવસ્થા તેમજ પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્ન સર્જાયો છે. આ વિસ્તારો અવારનવાર આવા બેફામ કૃત્યોને કારણે ચર્ચામાં રહે છે, જે દર્શાવે છે કે તંત્રની પકડ ઢીલી પડી રહી છે. વાયરલ થયેલા વિડીયોમાં યુવતીઓની વર્તણૂક જોતા એવું લાગે છે કે તેઓ ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહી છે, જાણે તેમને કાયદાનો કોઈ ડર જ નથી.
રાજકોટમાં અટલ સરોવર રોડ પરના BRTS રૂટ પર યુવતીઓના સીન સપાટાનો વિડીયો થયો વાયરલ
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -