રાજકોટના કાલાવડ રોડ પર શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકીર્તનના 15000 દિવસ પૂર્ણ થવાના અવસરે ભવ્ય શ્રીવિજયમંત્ર વિજયોત્સવનો પ્રારંભ થયો છે, જે તા.10મી મે થી 15મી મે સુધી સંકીર્તન મંદિરમાં ભક્તિભાવપૂર્વક ઉજવાશે. પ્રથમ દિવસે સંજયભાઈ શાસ્ત્રી અને ઉત્તમભાઈ ધનેસાની ધૂન સાથે શ્રી ગણેશજી, રિદ્ધિ, સિદ્ધિ અને શ્રી અંબાજી માતાજીની આકર્ષક ઝાંખીના દર્શન યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવથી તરબોળ જોવા મળ્યું હતું.