મહાપાલિકા દ્વારા ન્યારી ડેમને ટુરીસ્ટ પ્લેસ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે પરંતુ ત્યાં પ્રાથમિક સુવિધા ગણાતા શૌચાલયને જ કોઈ કારણોસર બંધ રાખવામાં આવે છે. જેને લીધે અહી હરવા ફરવા માટે આવતા સહેલાણીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહી છે. તેમજ
ચોમાસું શરૂ થતાં ડેમમાં નવા નીરની આવક પણ શરૂ ધતાં અહીંનું વાતાવરણ આહલાદક બન્યું છે. જેથી અહી ડેમ પાસેના કુદરટી દ્રશ્યોનેનિહાળવા અને પરિવાર સાથે પીકનીક કરવા માટે લોકો આવે છે. દર રવિવારે અહી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે. જોકે અહીં શૌચાલયને તાળા મારી દેવાયા છે. જેને કારણે ખાસ કરીને મહિલાઓને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજલાખોના ખર્ચે વિક્સાવાયેલા આ ટુરીસ્ટ પોઈન્ટમાં પ્રાથમિક સુવિધાના અભાવથી સહેલાણીઓ રોષે ભરાતા મનપા દ્વારા પ્રશ્નનું નિરાકરણ લાવામાં આવે તેવી માંગઉઠી હતી.