રાજ્યમાં નકલીનો રાફ્ડો ફાટ્યો હોય તેમ લાગે છે. નકલી સીએમઓ, પીએમઓ, ડીવાયએસપી, ટોલનાકું ઝડપાયા બાદ હવે રાજકોટમાં ડુપ્લીકેટ LC કાઢી આપાવાનું કૌભાંજ સામે આવ્યું છે. જ્યારે બહુમાળી ભવનમાં જાતિના દાખલો કાઢવા માટે એક શખ્સ ડુપ્લીકેટ LC લઇને આવ્યો હતો અને ત્યારબાદ આ સ્મગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પ્રાથમક તપાસમાં સામે આવ્યું છે કે એક વચેટિયા દ્વારા 3500 રૂપિયામાં આ બોગસ LC આપવામાં આવતું હતું. રાજકોટ બહુમાળી વિકસતી જાતિ વિભાગના અધિકારીને શંકા જતાં તપાસ કરી હતી અને આ કૌભાંડ સામે આવ્યુ છે. બીજી તરફ પ્રદ્યુમન નગર પોલીસે ડુપ્લીકેટ એલ.સી કાઢનાર 4 શખ્સોની અટકાયત કરી હતી અને ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી હતી. કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા સમગ્ર કોભાંડની જાણ અધિકારીઓને કરવામાં આવી હતી.