રાજકોટમાં આકાશવાણી ચોક નજીક આવેલાગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટરમાં મનપા દ્વારા તાત્કાલિક ખાલી કરવા આશરે 3-4 દિવસ પેહલા નોટિસ અપાઈ હતી. તેમજ નોટિસ આપ્યાના 2 દિવસમાં ક્વાર્ટર લોકો દ્વારા ખાલી ન કરતા મનપા દ્વારા નળ અને ગટર કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યાછે. જેથી રહેવાશીઓએ આવાસ તાત્કાલિક ખાલી કરવાતેમજઆવાસના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે આવેદન આપવા માટેઆવસના રહેવાસીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.