રાજકોટનાં આમ્રપાલી ફાટક અન્ડરબ્રિજમાં આસપાસ રહેતા લોકો માટે ખાસ વોકિંગ ટ્રેક બનવવામાં આવ્યો છે. જેમાં પાટાની એક બાજુથી બીજી બાજુ જવા વોકિંગ ટ્રેક (નાળું) બનાવવામાં આવ્યું છે. જો કે, હાલમાં આ જગ્યા અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો છે. તેમજ રાત્રિના સમયે દારૂડિયાઓ તેમજ ગંજેરીઓ અંદર પડ્યા-પાથર્યા રહેતા હોવાથી આસપાસના વિસ્તારોમાં રહેતી મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ આજે સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી અને બ્રિજમાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. સાથે નેતાઓ માત્ર મત લેવા જ આવે છે.તેવું પણ જણાવ્યું હતું.