31 C
Ahmedabad
Saturday, May 24, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટની RKC સ્કૂલમાં બોયઝ-ગર્લ્સને સાથે ભણાવવા મુદ્દે વાલીઓનો વિરોધ


 

રાજકોટની RKC સ્કૂલમાં કો-એજ્યુકેશન એટ્લે કે બોયઝ-ગર્લ્સને સાથે ભણાવવા મુદ્દે વિવાદ હવે વકર્યો છે. રાજવીકાળની સ્કૂલમાં બોયઝ-ગર્લ્સને સાથે ભણાવવા મુદ્દે વિધ્યાર્થીઓના વાલીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. RKC સ્કૂલમાં 155 વર્ષથી ધો. 4 થી 10માં દીકરીઓ અને દીકરાઓને અલગ-અલગ ક્લાસમાં ભણાવવામાં આવતા હતા. તેના સ્થાને હવે વર્ષ 2025-26 એટલે કે નવા શૈક્ષણિક સત્રથી કો-એજ્યુ. દાખલ કરવાના નિર્ણય સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. આજે વાલીઓએ પ્રિન્સિપાલને વર્ષો જૂની પરંપરા મુજબ ચાલતી સ્કૂલમાં ધોરણ-4થી 10માં કો-એજ્યુકેશન શરૂ નહીં કરવા રજૂઆત કરવામાં આવી હતી. જોકે, પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, આ બોર્ડનો નિર્ણય હોવાથી બદલાશે નહીં. ત્યારે વાલીઓએ સહ- શિક્ષણમાં કોઈ નકારાત્મક અસર નહીં થાય તેની લેખિત બાંહેધરી પણ માંગી હતી. વાલીઓના વિરોધ વચ્ચે પ્રિન્સિપાલે કહ્યું હતું કે જો તમને પ્રોબ્લેમ હોય તો એડમિશન બીજે લઈ લો… આ બોર્ડ નો નિર્ણય છે હું કઈ ના કરી શકું

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -