કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે રાજ્ય સરકારે તમામ યુનિવર્સિટી અને કોલેજો માટે નવી SOP પણ જાહેર કરી છે. આ અંતર્ગત રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ નોન કાઉન્સિલ અંતર્ગતના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચલાવતી સંલગ્ન કોલેજોમાં નવી શિક્ષણ નીતિ મુજબ ઇન્ડિયન નોલેજ સિસ્ટમના બાસ્કેટમાં નવા 10 કોર્સ ઉમેર્યા છે જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઇન્ડિયન આંતરપ્રેનિયોર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ મેનેજમેન્ટ, ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ, ભારતીય નારીરત્નો, ઉદ્યોગપતિઓ-ઉદ્યોગ વ્યવસ્થાપન. વેદિક મેથેમેટિક્સ, કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયન બલ્સ, ડૉ. બી.આર. આંબેડકરનું જીવન-દર્શન, ભારતીય બંધારણમાં માનવ અધિકારો અને ફરજો અને વેદિક ગણિત સહિત 10 નવા કોર્સ ભણી શકશે. આ તમામ 10 વૈકલ્પિક વિષયોની અભ્યાસનો સમયગાળો 30 કલાકનો નક્કી કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને પ્રત્યેક કોર્સ દીઠ 2 ક્રેડિટ મળશે. આ કોર્સમાં 50 માર્કની સિસ્ટમ રાખી છે જેમાંથી વિદ્યાર્થીએ પાસ થવા માટે 18 માર્ક મેળવવાના રહેશે.