રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ દ્વારા નવી શિક્ષણનિતીના અમલીકરણમાં ગંભીર ચૂક રહ્યાની ફરિયાદ ઉઠાવી આ અંગે તત્કાલ પગલાં લેવાની માંગ સાથે યુનિ.ના સિન્ડીકેટ મેમ્બર ડો.રાજેશ કાલરીયાએ કુલપતિ ડો.ગીરીશ ભીમાણીને પત્ર પાઠવી ધ્યાન દોર્યુ છે.આ મામલે ડો.રાજેશ કાલરીયાએ જણાવેલ છે કે સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ વર્ષે જ નવી શિક્ષણનીતિનું હાર્દ ગુગળાય જાય અને આશાસ્પદ વિદ્યાર્થીઓ પોતાની મહત્વકાંક્ષા કે અભિરૂચી પ્રમાણે જોગવાઈ હોવા છતા વિષય પસંદગીથી વંચીત રહી જાય. તેવા સંજોગોનું નિર્માણ થયેલ છે. નવી શિક્ષણનિતી પરત્વે વિદ્યાર્થીઓને આપવામાં આવતા વિષયો અભ્યાસક્રમના ભાગરૂપે અધિકાર મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને તે કોલેજોને પરિપત્રિત કરવામાં આવેલ છે તેમાં વિદ્યાર્થીઓને વિશાળ પસંદગીને બદલે કયાંક ઓછી સમજણ અધ્યાપકોની સુવિધા, પરીક્ષાની બાબતમાં વિસંગતતા વગેરેનો કયાંકને કયાંક ખ્યાલ રાખીને વિદ્યાર્થીઓને વિગેન ડ્રાફટમાં આપેલા વિશાળ બાસ્કેટમાં આવેલા અસંખ્ય વિષયોના બદલે મર્યાદિત ચોઈસ આપવામાં આવી છે.તેમજ વિદ્યાર્થીઓની રસ, રૂચિ, અને ઈચ્છાશકિતને ધ્યાને રાખવાને બદલે યુનિવર્સિટિ એ પોતાની અનુકુળના મુજબ મર્યાદિત વિષયો રાખવાની વિગતો જાહેર કરતા.નવી શિક્ષણ નિમીતો ઉમદા દેતું વિસરાઈ ગયો છે.કોલેજમાં જે વિષયોના અધ્યાપકો હોય તે જ વિષય ભણાવાની યુનિની નિતીથી નવી શિક્ષણ નિતી નિરર્થક બની જશે.જેથી વિદ્યાર્થીઓ યુનિ.ના વ્યવસ્થાપનના અભાવે અંધારામાં ન રહી જાય તેમજ 35 વર્ષ પછી મળેલી ઉમદાલકથી વિદ્યાર્થીઓ વંચીત ન રહી જાય તે માટે તત્કાલ પગલા લેવા જરૂરી છે.તેમ ડો.કાલરીયાએ જણાવેલ છે.