28 C
Ahmedabad
Sunday, May 11, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટની સોનીબજારમાંથી 1467 કરોડનું બોગસ બિલિંગકૌભાંડઆવું સામે; DGGI દ્વારા હિતેશ લોઢિયા નામના વ્યક્તિની કરાઇ ધરપકડ


 

રાજકોટમાં અત્યાર સુધીનું સૌથી મોટું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે.  સોની બજારમાં DGGIદ્વારા દરોડા કરી સોથી મોટા કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં 1467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે. તેમજ સમગ્ર મામલે રાજકોટના આસ્થા ટ્રેડરના હિતેશ લોધિયાની ધરપકડ કરવામાં આવી છે. સોનાના ખોટા બિલો ફાડી ૩ ટકા GSTની ચોરી કરવામાં આવી છે.  44 જુદા-જુદા વેપારીઓના બિલો પાસ ઓન કર્યા હતા. આ સાથે જ સોની બજારમાં બિલો લેનાર તમામ વેપારીઓ સંકજામાં આવશે. માત્ર રાજકોટ નહિ સૌરાષ્ટ્રભરમાં બિલો આપ્યા હતા. આવકવેરા વિભાગ જરૂર પડે તો ED ને જાણ કરશે.  મસમોટા બિલિંગ કૌભાંડમાં 44 કરોડની ITC બહાર આવી છે.  આસ્થા ટ્રેડિંગ કંપનીના બોગસ બિલિંગ ઝડપાયા છે.  વેપારી હિતેશ લોઢીયાને ઝડપી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.  DGGI દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન મોબાઈલ ,લેપટોપ,તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ કબજે લેવામાં આવ્યા છે.  આ સાથે જ રાજ્યના નવ શહેરોમાં GST વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.  આ સાથે જ અલગ-અલગ જિલ્લાઓમાં 25 વેપારીઓના 46 સ્થળો ખાતે દરોડા પડતા પ્રાથમિક તપાસમાં આવા વ્યવહારો ઉપર અત્યાર સુધીમાં કુલ 4 કરોડની કરચોરી ધ્યાને આવી છે. GST વિભાગે કરેલી તપાસમાં B2C સેગમેન્ટ એટલે કે મોટાભાગે સીધા ઉપભોકતાઓને માલ -સેવા પુરી પાડતા વિવિધ સેકટરના વેપારીઓ કરચોરી કરતા પકડાયા છે.GST વિભાગ દ્વારા વિવિધ સેક્ટરોમાં હાલમાં ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે વેપારીઓ દ્વારા કરચોરી કરવા અપનાવાતી વિવિધ મોડસ ઓપરેન્ડી શોધી કાઢી આવા ટેક્ષ પેયરોનું સીસ્ટમ આધારીત ટેક્ષ પ્રોફાઇલીંગ કરવામાં આવે છે. આ તપાસ દરમ્યાન ધ્યાને આવ્યું છે કે B2C સેગમેન્ટમાં અમુક વેપારીઓ જીએસટી રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ ટર્નઓવર છુપાવી ગેરકાયદેસર રીતે કમ્પોઝીશન સ્કીમનો લાભ લઇ અથવા તે સિવાય પણ કરચોરી કરે છે.

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -