રાજકોટની સીટી બસ ખખડધજ હાલતમાં હોવાથી જિલ્લા પંચાયત ચોક ખાતે બંધ પડતાં કોલેજના યુવાનો અને વૃધ્ધોને ભોગવવી હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. તેમજ સીટી બસ બંધ પડતા બસમાં બેસેલા પેસેન્જર બસ મુકી ને બીજા વાહનની વ્યવસ્થા પણ કરી હતી. આ સાથે કેટલાક યુવાનોને બસ ધક્કો મારવાની ફરજ પડતાં બસ બંધ થતા બીજી બસ દ્વારા ધક્કો મારવામાં આવ્યો હતો. ખખડધજ હાલતના કારણે અનેક વખત આવી બસો રસ્તા ઉપર બંધ પડતી હોવાથી બસના પેસેન્જરોએ પોતાની આપી પ્રતિક્રિયા રાજકોટ મહાનગરપાલિકા તંત્ર સામે આપતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ ખખડધજ બસ ને દૂર કરી સારી બસ મૂકવાની માંગ પણ કરી હતી.