રાજકોટ મનપા સંચાલિત સીટી બસમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં શહેરના માલવિયા ચોક નજીક સીટી બસ બંધ પડતા બીજી બસ દ્વારા પાછળથી ધક્કો મારવામાં આવ્યો હતો, જો કે બસમાં પેસેન્જર બેઠા હોવ છતાં ડ્રાઈવરે પેસેન્જરના જીવ જોખમાય તેવી રીતે બંધ પડેલી બસને બીજી બસ દ્વારા ધક્કો માર્યો હતો તો આવી પરિસ્થિતિમાં જો કોઈ જાણ હાની સર્જાઈ હોય તો જવાબદાર કોણ ??? તેવા પ્રશ્નો પણ ઉઠયા હતા.