રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વોર્ડ નં. ૭ ની સામેના પાર્કિંગમાં પાર્ક કરેલી રિક્ષાઓની ડેકીઓ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે દર્દીઓ સાથે આવેલ સગાઓ ત્યાં રિક્ષાઓ પાર્ક કરે છે. આજરોજ સાંજ નાં ૫ વાગ્યા દરમ્યાન કોઈ ગઠિયો ત્યાં પાર્ક કરેલી લગભગ ૮-૧૦ રિક્ષાઓની ડેકી તોડી હતી પરંતુ એકપણ રિક્ષામાંથી કઈ નાં મળતા ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાં લાઈટ અને કોઈપણ જગ્યા પર સીસીટીવી જોવા મળ્યા ન હતા ત્યાં ઘણી કાર અને સ્કૂટર પણ પાર્ક કરેલ હોય છે સિક્યુરિટી તંત્રની અણઆવડતને લીધે ચોરીના બનાવો પણ બની રહ્યા છે