રાજકોટ શહેરમાં સ્વતંત્રતા પર્વને લઈને ખૂબ ઉત્સાહનો માહોલ છે. શહેરની વિવિધ સોસાયટીઓમાં પણ આજે તિરંગાને સલામી આપી ધ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ત્યારે રાજકોટની સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનાં ભત્રીજા અશ્વિન દેસાઈ અને રાજુભાઈ બોરીચા ખાસ હાજર રહ્યા હતા. અને સોસાયટીનાં પ્રમુખ રાજુ સાવલિયાની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ ધામધૂમથી યોજાયો હતો. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું તથા સોશિયલ સેવા ક્ષેત્રે મહત્વનું યોગદાન કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને તમામને સન્માનપાત્ર આપી નવાજવામાં આવ્યા હતા.