આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. જેને લઇને પોલીસ દ્વારા શહેરના સદર બજાર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. આજે રાજકોટ ક્રાઇમબ્રાંચ, ડી સ્ટાફ તેમજ એસીપી કક્ષાના આધિકારીઓ દ્વારા સદર બજારમાં આવેલ દોરી અને પંતગ વહેચતા વેપારીઓને ત્યાં સપ્રાઇઝ ચેંકિગ ઙાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચાઇનિઝ દોરી વહેચવા પર પ્રતિબંધ છે થતા પણ શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા વધુ નફો કમાવાની લાલચે પ્રતિબંધીત વસ્તુઓનું વહેચાણ કરી રહ્યા છે. જેને લઇને પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.