રાજકોટની લાલપરી નદીમાં બાયો મેડિકલ વેસ્ટ સળગતા આરોગ્ય વિભાગના અધિકારી લાલપરી નદીમાં પહોંચ્યાહતા. તેમજ ત્યાં ગયા બાદ આરોગ્ય અધિકારીનું મહત્વનું નિવેદનસામે આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે જે દવાનો જથ્થો સળગાવવામાં આવ્યો તેમાં કેટલીક ખાનગી કંપનીની દવાઓ પણ હતી.તેમજ રાજકોટમહાનગરપાલિકાએ છેલ્લા દોઢ વર્ષમાં કોઇ ખાનગી કંપનીની દવાઓ લીધી નથી.જેથી આ દવાનો જથ્થો સરકારી હોસ્પિટલ,જિલ્લા પંચાયત હસ્તકના પીએચસી,યુપીએચસી સેન્ટરમાંથી આવ્યો હોય તેવી શક્યતાઓ છે તેમજ મોરબી રોડ આરોગ્ય કેન્દ્રમાં સ્ટોક મર્યાદિત છે.છતાં પણ દવાના બેચ નંબરના આધારે આગળની તપાસ હાથ ધરાશે.આ ઉપરાંત જણાવ્યું હતું કે બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે એજન્સી નિમાયેલી છે.જેના દ્રારા ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજકોટની લાલપરી નદીમાં બાયો મેડિકલ વેસ્ટ સળગતા આરોગ્ય વિભાગના અધિકારી લાલપરી નદીમાં પહોંચ્યા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -