25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટની રાજ કૂલિંગ સિસ્ટમે દુનિયાનું સૌથી મોટું 15 ફૂટનું એર કુલર બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો


રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગકારો માટે એક હબ છે જેમાંના એક ઉદ્યોગપતિએ પોતાની કુશળતા બતાવી વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. રાજ કૂલિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું વિશ્વનું સૌથી મોટું 15 ફૂટ ઊંચાઈ ધરાવતું એર કૂલરની સિદ્ધિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. એટલું જ નહિ પરંતુ રાજ કૂલિંગ સિસ્ટમ લિમિટેડ અમદાવાદ જિલ્લાની એકમાત્ર કંપની છે કે જેને BIS રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયું છે. કંપની પાસે 80થી વધુ ડિઝાઇનની પેટન્ટ છે તો 100થી વધુ ટ્રેડ માર્ક પણ છે. આ કૂલરમાં વીજળીની બચત સાથે પર્યાવરણને અનુકૂળ રહે તેવા તમામ પાસાઓનો સમાવેશ થાય છે. આ વિશાળ કૂલરમાં ઇકઉજ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે જેના કારણે બે કલાક વપરાશ બાદ એક યુનિટ વીજળીનો ખર્ચ થાય છે. આ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવામાં રાજ ગ્રુપના ચેરમેન કલ્પેશભાઈ રામોલિયાની અટલ પ્રતિબદ્ધતા અને નવીન દૃષ્ટિનો અભૂતપૂર્વ ફાળો રહ્યો છે. આ તકે કલ્પેશ રામોલિયાએ જણાવ્યું કે, “આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ નવાચાર અને ટેક્નોલોજી દ્વારા આપણા ગ્રાહકો માટે શ્રેષ્ઠ ઉત્પાદનો આપવા માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -