કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓ રાજકોટ-જામનગર રોડ પર નિર્માણ પામી રહેલી એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી તેમજ સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. હાલ રાજકોટ એઇમ્સની 64% કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે જે ત્રણ મહિના અગાઉ 60% પૂર્ણ થઇ હતી. મુલાકાત દરમિયાન મનસુખ માંડવિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીની મુલાકાત દરમિયન કહ્યા બાદ આજે ફરી વખત ઓક્ટોબરમાં ફૂલફેઝમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે તેવો દાવો કર્યો હતો. તેમજ ઑગસ્ટમાં 150 અને સપ્ટેમ્બરમાં 250 બેડની આઈપીડી શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી હાલમાં બે હજારથી વધુ મજૂરો એઈમ્સના નિર્માણકાર્યમાં વ્યસ્ત છે. તેમજ તેમના સમક્ષ એઈમ્સની હાલની સ્થિતિનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી તેમણે જણાવ્યું કે રાજકોટની એઈમ્સમાં હાલ ઓપીડી કાર્યરત છે. શિક્ષણ કાર્યની સાથોસાથ નિર્માણાધીન હોસ્પિટલમાં ઑગસ્ટ માસમાં 150 બેડ અને સપ્ટેમ્બર માસમાં 250 બેડની ઈનડોર હોસ્પિટલ કાર્યરત છે. વધુમાં તેમણે ઉમેર્યું કે સમગ્ર ગુજરાતની પ્રથમ એઈમ્સ રાજકોટ ખાતે નિર્માણ થઈ રહી છે ત્યારે હોસ્પિટલની કામગીરી નિયત સમયમાં કોઈપણ કચાશ વગર પૂર્ણ થાય તે જોવા એજન્સીઓ તેમજ એઈમ્સના જવાબદાર અધિકારીઓને તાકિદ કરી છે. આ તકે તેમણે વિવિધ બ્લોકની કામગીરી નિહાળી હતી સાથે સાથે તેમણે હોસ્પિટલને ગ્રીન ઝોન બનાવવા માટે વિદ્યાર્થીઓ, સ્ટાફ સહિત તમામ લોકો દ્વારા એક વૃક્ષ ઉછેરવાનું સુચન પણ કર્યું હતું.