રાજકોટમાં શિક્ષાના ધામને નશાના ધામ બનતા અટકાવવાની માંગણી ઉઠાવી આ મામલે એન.એસ.યુ.આઈ.દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.આ અંગે એન.એસ.યુ.આઈ.ના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દિવસે દિવસે નશાખોરી વધતી જાય છે. કરોડો રૂપિયા ડ્રગ્સ પકડી પાડવામાં આવી રહ્યું છે તે ખુબ જ ચિંતાનો વિષય છે. હવે શિક્ષાના ધામોને પણ નશાનું ધામ બનાવવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ પકડી પાડવામાં આવ્યા હતાં. એ ખુબ જ માનવ સમાજ અને શિક્ષણ જગત માટે શરમજનક કહી શકાય વિદ્યાર્થીઓને નશાના ચુંગલ માંથી બચાવવા જોઈએ આ પ્રકરણમાં હજુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી આ જ રીતે બે દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં એન.એસ.યુ.આઈ.ના આગેવાનો દ્વારા વિઝિટ કર્યા દરમ્યાન શંકાસ્પદ છોડ પકડવામાં આવ્યા હતાં. ત્યારે વધુ તપાસ કરતા આ છોડ પણ ગાંજાના હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરી આગળથી કાર્યવાહી કરાવવામાં આવી હતી.સોલંકીએ જણાવેલ છે કે અમારી સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી છે કે મારવાડી યુનિવર્સિટીના સત્તાધીશો અને માલિક પર નામ જોગ ફરિયાદ કરવામાં આવે અને આ યુનિ.ની માન્યતા રદ કરવામાં આવે તેમ જ ગુજરાત યુનિવર્સિટીમાં જે કાંઈ પણ પકડાણુ તેની પણ તટસ્થ તપાસ કરી જે કોઈ સંડોવાયેલા હોય તેની સામે કડક કાર્યવાહી કરવા માંગણી ઉઠાવવામાં આવી હતી.